uttarayan

Uttarayan nibandh in Gujarati | મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ | Makar Sankranti Essay

મુદ્દા:

 પ્રાસ્તાવિક – ઉત્તરાયણની તૈયારી – ઉત્તરાયણના દિવસે– ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ – પ્રિય તહેવાર કેમ? – ઉપસંહાર

નિબંધ:

આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. તહેવારોથી આપણા જીવનમાં નવી તાજગી અને ઉમંગ આવે છે. બધા તહેવારોમાં મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ છે.

Uttarayan nibandh in Gujarati | મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ | Makar Sankranti Essay

ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરીએ ઉજવાય છે. ઉત્તરાયણ એટલે પતંગનો તહેવાર. આબાલવૃદ્ધનો પ્રિય તહેવાર. દિવાળી પછી ઉત્તરાયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ધંધાદારીઓ પતંગો બનાવવાની અને દોરીને માંજો પાવાની પ્રવૃત્તિ જોરશોરથી શરૂ કરી દે છે. બાળકો પણ રજાના દિવસે પતંગ ચગાવવાનો આનંદ માણી લે છે.

ઉત્તરાયણની આગલી રાતે બજારમાં મોડે સુધી લોકોની ભીડ જોવા મળે છે. લોકો પતંગો અને દોરીની ધૂમ ખરીદી કરે છે. રાતે પતંગોને કિન્ના બાંધી તૈયાર રાખે છે.

ઉત્તરાયણના દિવસે લોકો સવારે વહેલા ઊઠી, તૈયાર થઈ અગાશી કે ધાબા પર પહોંચી જાય છે. સૂરજદાદાનું સ્વાગત આજે પતંગૌથી કરવામાં આવે છે. થોડા જ સમયમાં આકાશ રંગબેરંગી પતંગોથી દીપી ઊઠે છે. ‘કાટા’… ‘કાટા’… ‘લપેટ’… ‘લપેટ’…ની બૂમો સંભળાય છે. આકાશમાં જાણે પતંગયુદ્ધ જામે છે. પતંગરસિયાઓ ગોગલ્સ પહેરી પતંગ ચગાવે છે. તેની સાથે કૅસેટોનું ઘોંઘાટિયું સંગીત પીરસાય છે. ક્યાંક ઢોલ-નગારાં પણ વાગતાં જોવા મળે છે. પતંગરસિયાઓ ઘેલા બની ઉત્તરાયણનો આનંદ માણે છે. તેઓ પતંગ ચગાવવાની સાથે તલના લાડુ, ચીકી, શેરડી, બોર વગેરે ખાવાનો આનંદ માણે છે. આબાલવૃદ્ધ આ તહેવારનો આનંદ મન ભરીને માણે છે. સરકાર પણ પતંગોત્સવ યોજે છે.

આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે. તલના લાડુમાં સિક્કા મૂકી તેનું ગરીબોને દાન થાય છે, જે ગુપ્તદાનનો મહિમા બતાવે છે. ગાયને ઘઉં-બાજરીની ઘૂધરી અને ઘાસ ખવડાવાય છે.

Uttarayan nibandh in Gujarati | મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ | Makar Sankranti Essay

મને પતંગ ચગાવવાનો ઘણો શોખ હોવાથી ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. આ દિવસે અમે આઠ-દસ મિત્રો મારા ઘરના ધાબેથી પતંગ ચગાવીએ છીએ. ગમે તેવો પતંગ મારાથી ચગી જ જાય. પેચ લડાવવામાં પણ હું એક્કો છું. અમે રાતે તુક્કલ ચડાવી આનંદ માણીએ છીએ. વાસીઉત્તરાયણના દિવસે પણ હું પતંગ ચગાવવાનું ચૂકતો નથી.

મારે મન ઉત્તરાયણ એટલે તહેવારોનો રાજા.

ગુજરાતી ખુબ સારી ગઝલો પણ આપ આ વેબ સાઈટ પર જોઈ શકશો.

Uttarayan nibandh in Gujarati | મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ | Makar Sankranti Essay


Comments

One response to “Uttarayan nibandh in Gujarati | મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ | Makar Sankranti Essay”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *