માતૃપ્રેમ નિબંધ | Matruprem nibandh & નારી તું નારાયણી | Nari tu narayani nibandh

માતૃપ્રેમ નિબંધ | Matruprem nibandh & નારી તું નારાયણી | Nari tu narayani nibandh

માતૃપ્રેમ નિબંધ | Matruprem nibandh & નારી તું નારાયણી | Nari tu narayani nibandh
Matruprem nibandh | Matruprem essay in Gujarati

માતૃપ્રેમ નિબંધ | Matruprem nibandh

મુદ્દા: પ્રાસ્તાવિક – બાળઉછેર – બાળકમાં સંસ્કારસિંચન – માનો નિઃસ્વાર્થ પ્રેમ – સઘળાં જીવોમાં માની મમતા – ઉપસંહાર

“એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે.”

બાળકના જન્મની સાથે માતાનો પણ જન્મ થાય છે. માતૃપ્રેમ નિબંધ(Matruprem nibandh) માતા બનેલી સ્ત્રીનો બાળક માટેનો અપાર પ્રેમ તેને પ્રસૂતિની વેદના ભુલાવી દે છે. બાળઉછેર એ જ એકમાત્ર તેનું ધ્યેય બની જાય છે. મા બાળકની સતત સંભાળ રાખે છે. બાળક પથારી ભીની કરે તો મા પોતે ભીનામાં સૂઈ જાય છે, પરંતુ બાળકને કોરામાં સુવડાવે છે. પોતે ભૂખી રહી બાળકને ખવડાવે છે. બાળક બીમાર પડી જાય ત્યારે મા જ રાતદિવસના ઉજાગરા કરી બાળકની સારવાર કરે છે. આ છે માતૃપ્રેમ (Matruprem nibandh) જે નિબંધમા વર્ણવી શકાય તેમ નથી.

જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે. ‘મા પાસે જ બાળક વધારેમાં વધારે સમય રહેતું હોય છે. એટલે બાળકમાં સંસ્કારસિંચન કરવામાં માનો જ સૌથી મોટો ફાળો હોય છે. બાળકને સવારે તૈયાર કરવું, તેને સમયસર શાળાએ મોકલવું, તેને સમયસર ખાવાનું આપવું, તેના અભ્યાસમાં મદદ કરવી, તેની જરૂરિયાતો પૂરી પાડવી વગેરે કામો મા જ કરતી હોય છે. મા બાળક સાથે વાર્તાલાપ કરે, તેને વાર્તા સંભળાવે, તેને ગીત ગવડાવે, તેને ફરવા લઈ જાય છે વગેરેથી બાળકમાં સંસ્કારર્સિંચન થાય છે. બાળકમાં સ્નેહ, સંપ, સહકાર, સહનશીલતા, સદ્ભાવ જેવા ગુણોનો વિકાસ થાય છે. અનેક મહાપુરુર્ષોના જીવનઘડતરમાં માનો કાળો વિશેષ રહેલો છે.

માતૃપ્રેમ નિબંધ | Matruprem nibandh & નારી તું નારાયણી | Nari tu narayani nibandh
Matruprem nibandh | Matruprem essay in Gujarati

માના પ્રેમની તોલે કોઈનો પ્રેમ ન આવી શકે. તેનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. તેના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે, “મારું બાળક સુખી થાય.” પોતાનું બાળક કદરૂપું હોય, ખોડખાંપણવાળું હોય કે મંદબુદ્ધિનું હોય પણ તેથી માતાના તે બાળક માટેના પ્રેમમાં ઓટ આવતી નથી. કેટલીક વાર તો આવા બાળક માટે માતાપિતાને વધારે લાગણી હોય છે. એટલે જ કવિ બોયદકરે લખ્યું છે કે –

“જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.”

માતાની સરખામણી કરનાર કોઈ મળી શકે તેમ નથી.

માની મમતા સઘળા જવોમાં જોવા મળે છે. પશુપંખીઓને પણ પોતાનાં બચ્ચાં માટે અનહદ પ્રેમ હોય છે. ચક્કી ચણ લાવી કાના મોંમાં મૂકે છે. ગાય, ભેંસ પોતાનાં બચ્ચાને પ્રેમથી ચાટે છે.

સંસારમાં બાળક માટે મા જ સર્વસ્વ છે. માતા વિનાનો સંસાર ગોળ વિનાના સાર જેવો મોળો-નો લાગે છે. માની તુલના કોઈ સાથે થઈ શકે તેમ નથી. એટલે જ કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચિાનાં છે.

“મા તે મા, બીજા બધા વગડાના વા.”

નારી તું નારાયણી નિબંધ | Nari tu Narayani essay

[ મુદ્દા:  પ્રસ્તાવના – અમર નારીપાત્રો – સ્ત્રીઓમાં રહેલા કેટલાક સાહજિક ગુણો – નારી નરકની ખાણ – એક માન્યતા – સ્રીસુધારણા અંગે ગાંધીજી – પશ્ચિમની અસર – ઉપસંહાર]

“જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.”

જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત્ નારાયણી છે. માનવજાત પરનું તેનું ઋણ ઘણું મોટું છે. આપણાં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે,

“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । “

અર્થાત્ જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે.

આપણા ઇતિહાસમાં ઘણાં અમર નારીપાત્રો જોવા મળે છે. પતિવ્રતા સતી સીતા પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુ:ખી રહેતી. પતિને ખાતર તેણે રાજમહેલનો વૈભવ છોડીને વનનો વિકટ માર્ગ અપનાવ્યો હતો. લક્ષ્મણની પત્ની ઊર્મિલાનો ત્યાગ નાનોસૂનો નથી. ઊર્મિલાએ ભાઈની સેવામાં જતા પોતાના પતિ લક્ષ્મણને હસતા મોંએ વિદાય આપીને ચૌદ વર્ષનો વિયોગ ભોગવ્યો અને સાસુઓની સેવા કરી. સતી અનસૂયાએ પોતાના સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળકો બનાવ્યા. સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મના બળ વડે પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો. રાણી વ લક્ષ્મીબાઈએ પોતાના રાજ્યની રક્ષા માટે નીડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો. વિદુષી ગાર્ગી, ચાંદબીબી, અહલ્યાબાઈ, ગંગાસતી, મીરાંબાઈ વગેરે ભારતનાં અમર નારીરત્નો છે.

માતૃપ્રેમ નિબંધ | Matruprem nibandh & નારી તું નારાયણી | Nari tu narayani nibandh

સ્ત્રી વાત્સલ્યની મૂર્તિ છે. તેની આંખોમાંથી અમી છલકાતું હોય છે. સમાજના અને દેશના નિર્માણ તેમજ ઘડતરમાં તેનો મહત્ત્વનો ફાળો રહેલો હોય છે. બાળકોમાં સંસ્કારસિંચન મા જ કરે છે. પિતૃગૃહે લાડકોડથી ઉછરેલી દીકરી પરણીને સાસરે જાય છે ત્યાં તે પારકાંને પોતાના બનાવી દે છે. દીકરો સંસ્કારી હોય તો એક કુળ તા૨ે પરંતુ દીકરી સંસ્કારી હોય તો તે તેના પિયરને અને સાસરાને એમ બે કુળને તારે છે. નારીનું જીવન સેવા, સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે. તે પોતાના બાળક અને કુટુંબની નિઃસ્વાર્થપણે સેવા કરે છે. તેમને માટે એ સર્વસ્વનો ત્યાગ કરે છે. કુટુંબની સુખશાંતિ માટે તે સહનશીલતા કેળવે છે. ‘સહન કરવું એય છે એક લ્હાણું’ એવી સમજથી તે જગતનાં ઝેર પી જાણે છે. કુદરતે સ્ત્રીને સૌંદર્ય અને મમતાની મૂર્તિ બનાવીને માનવજાત પર અનેક ઉપકારો કર્યા છે. આથી જ બાલમંદિર અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવાની મોટા ભાગની જવાબદારી સ્ત્રીઓને જ સોંપવામાં આવે છે. નારી સાચે જ નારાયણી છે.

‘નારી નરકની ખાણ છે.’ એવું કહેનારો એક વર્ગ પણ આપણા સમાજમાં હતો. તેના પરિણામે જ આઝાદી પહેલાં નારીનું સ્થાન રસોડામાં અને ઘરની ચાર દીવાલો વચ્ચે જ હતું. તેને કોઈ સ્વતંત્રતા આપવામાં આવતી ન હતી. તેને ઘૂમટો તાણવો પડતો. ‘દીકરી ને ગાયા છે દોરે ત્યાં જાય’ એ કહેવત પ્રમાણે દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની પણ સ્વતંત્રતા ન હતી. આ બાબત તે સમયના સમાજ માટે શોભાસ્પદ ન હતી. સ્ત્રીઓ પ્રત્યેની એમની  અક્ષમ્ય ઉપેક્ષાવૃત્તિને લીધે જ આપણો દેશ

કન્યાકેળવણીમાં પછાત રહી ગયો હતો.

માતૃપ્રેમ નિબંધ | Matruprem nibandh & નારી તું નારાયણી | Nari tu narayani nibandh

ગાંધીજીએ સ્ત્રીશિક્ષણને મહત્ત્વ આપ્યું. તેમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં સામેલ કરી.  રાજા રામમોહનરાય જેવા વી૨ સમાજસુધારકે સતીપ્રથાની નાબૂદી અને કન્યાકેળવણીના  પ્રચાર માટે અથાક પ્રયત્નો કર્યા. ત્યારપછી સ્ત્રીઓની સ્થિતિમાં ઘણો સુધારો થયો. આજે  તો સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમામ ક્ષેત્રોમાં નોકરી કરવા લાગી છે. આજે સ્ત્રીઓ વિમાનચાલક, પોલીસ અધિકારી અને વડા પ્રધાનના હોદ્દા સુધી પહોંચી શકી છે. એટલું જ નહીં, બસ કન્ડક્ટર કે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરી આપવા માટે માત્ર પુરુષો જ કરતા તેવાં કામો પણ હવે સ્ત્રીઓ કરવા લાગી છે.

કેટલીક સ્ત્રીઓ પશ્ચિમના રંગે રંગાઈને સ્વચ્છંદી બની જાય છે. તે પોતાના અધિકાર મેળવવાની ઘેલછામાં પોતાની ફરજ ચૂકી જાય છે. તે કુટુંબના વડીલોનો અનાદર કરે છે તે વડીલો પ્રત્યે વિવેક, સભ્યતા અને માનમર્યાદા જાળવતી નથી. ઘણી ચીજવસ્તુઓન જાહેરાતોમાં સ્ત્રીઓનાં અશ્લીલ ચિત્રો જોવા મળે છે. સ્ત્રીજાગૃતિથી સંબંધિત સંસ્થાઓ સ્ત્રીને પ્રદર્શનની ચીજ તરીકે ખપાવનારાઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ.

નારીએ નરકની ખાણ થવું છે કે નારાયણી થવું છે તે તો દરેક સ્ત્રીએ પોતે જ નક્કી કરવાનું છે. નારી નારાયણી થાય અને સૌની પૂજનીય બની રહે તેવી આપણે અભિલાષા રાખીએ.

અન્ય નિબંધો:

૧. મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ / મકરસક્રાંતિ (uttrayan gujarati nibandh)

૨. મા તે મા / માતૃપ્રેમ (Matruprem nibandh in gujarati)

૩. નારી તું નારાયણી (Nari tu narayani gujarati nibandh)

1 thought on “માતૃપ્રેમ નિબંધ | Matruprem nibandh & નારી તું નારાયણી | Nari tu narayani nibandh”

  1. Pingback: Expansion Marvel Universe Disney Epic Expansion Theme Park

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023
A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023