Dikri gharni divdi nibandh gujarati | દીકરી ઘરની દીવડી નિબંધ

Dikri gharni divdi nibandh gujarati | દીકરી ઘરની દીવડી નિબંધ

આજે Dikri gharni divdi nibandh જોઈશું. જયારે દીકરીની વાત નીકળે અને ગુજરાતી ભાષામાં આપણા કવિઓ અને લેખકો પાછળ રહી જાય એવું કેવી રીતે મળે. દીકરીનો જયારે જન્મ થયા છે અને તે પોતાના પિતાના ઘરે થી જે સાસરી પક્ષમાં જાય છે ત્યારે કુટુંબમાં વેદના અનુભવાય છે તે ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તો આજનાં આર્ટીકલ માં આપણે જોવાના છીએ Dikri gharni divdi nibandh gujarati ma | દીકરી ઘરની દીવડી નિબંધ જેમાં દીકરી નું શું મહત્વ છે અને દીકરી કેવી રીતે પોતાની ફરજો માં ખરી ઉતરે છે તેની વાતચિત કરવામાં આવી છે. તો ચાલો કોઈ પણ પ્રકારનો સમય બગડ્યા વગર આવીએ સીધા આપણા ટોપિક પર દીકરી ઘરની દિવળી.

નિબંધ: દીકરી ઘરની દીવડી (Dikri gharni divdi nibandh gujarati ma)

પ્રસ્તાવના – બાળપણ – શાળાજીવન – એક સમયની સ્થિતિ – આજની સ્થિતિ – બે કુળ તારે – ઉપસંહાર

એક શ્રીમંતને બે દીકરીઓ હતી. ત્રીજી દીકરીનો જન્મ થયો. શ્રીમંતે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “આજ સુધી હું શ્રીમંત હતો. આજથી હું ગર્ભશ્રીમંત થયો !”

દીકરી એટલે વહાલનો દરિયો. દીકરી એટલે ઘરની લક્ષ્મી. દીકરી એટલે મમતાની મૂરત, દીકરી સૌને ખૂબ વહાલી હોય છે. કુદરતે તેનામાં સ્વાભાવિક આકર્ષણ મૂક્યું હોય છે. તેનો મધુર કંઠ, તેની મીઠી કાલી ભાષા, તેનું નિર્મળ નિખાલસ હાસ્ય સૌને આકર્ષિત કરે છે. દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમતો રમે છે. તેને ઢીંગલી ખૂબ ગમતી હોય છે. તે ઢીંગલીને નવડાવે, પડાં પહેરાવે, શણગારે, તેની સાથે વાતો કરે. બાળપણથી જ તેનામાં મમતા, પ્રેમ સહજ હોય છે, મોટી થતાં તે માને ઘરકામમાં મદદ પણ કરે છે.

Dikri gharni divdi nibandh gujarati | દીકરી ઘરની દીવડી નિબંધ
Dikri gharni divdi nibandh gujarati ma | દીકરી ઘરની દીવડી નિબંધ

દીકરી શાળાએ જાય, ત્યાં તે ભશે, અન્ય પ્રવૃત્તિઓમાં હોંશે હોંશે ભાગ લે. સંગીત, નૃત્ય, ગરબામાં તેને વિશેષ રસ હોય છે. માબાપ દીકરીની ઇચ્છાઓ પૂરી કરે છે. તેને ભણવામાં પ્રોત્સાહન આપે છે. તે ભણી શકે તેટલું ભણાવે છે. પોતે તકલીફો વેઠીને પણ તેની ઇચ્છાઓ પૂરી કરે છે.

એક સમય હતો જ્યારે દીકરીનો જન્મ થતાં જ તેને દૂધ પીતી કરવામાં આવતી. દીકરીને ઘરની બહાર જવા દેવામાં આવતી નહોતી. તેને ભણાવવામાં આવતી નહોતી, તેને નાની ઉંમરે જ પરણાવી દેવામાં આવતી. દીકરીને દહેજ આપવું પડતું.

હવે સમય બદલાયો છે. સમાજના લોકો સમજદાર થયા છે. દહેજ માગવું, આપવું, લેવું પાપ ગણાય છે, વળી ગુનો પણ બને છે. દીકરીઓ ભણીગણીને તૈયાર થઈને ઊંચી નોકરીઓ કરે છે. શિક્ષણ, રમતગમત, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરે છે. દીકરી નીડર બની છે, પુરુષ સમોવડી બની છે.

Dikri gharni divdi nibandh gujarati | દીકરી ઘરની દીવડી નિબંધ
Dikri gharni divdi nibandh gujarati | દીકરી ઘરની દીવડી નિબંધ

‘ડાહી દીકરી સાસરે શોભે’. ઉંમરલાયક થતાં દીકરીને પરણાવવામાં આવે છે. દીકરી બાપની ખૂબ લાડકી હોય છે. કન્યાવિદાયવેળાએ બાપની આંખમાં આસુ આવે છે. તે ભાંગી પડે છે. કહેવાય છે કે સંસ્કારી દીકરો એક કુળ તારે, જ્યારે સંસ્કારી દીકરી બે કુળ તારે, તે સોનો પ્રેમ જીતીને પિયરમાં માબાપની આબરૂ વધારે છે અને સાસરિયામાં સૌને પોતાનાં કરે છે.

દીકરી, ધરની દીવડી જ્યાં હોય ત્યાં ઉલ્લાસ અને ઉમંગનું અજવાળું ફેલાવે છે.

અન્ય નિબંધો:

૧. મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ / મકરસક્રાંતિ (uttrayan gujarati nibandh)

૨. મા તે મા / માતૃપ્રેમ (Matruprem nibandh in gujarati)

૩. નારી તું નારાયણી (Nari tu narayani gujarati nibandh)

ગુજરાતી વિષય ના અન્ય નિબંધ પણ આપણે આપની વેબસાઈટ પર મળી જશે. માટે આપ સૌ આપણી વેબસાઈટ સાથે જોડાયેલા રહેશો એવી આપને વિનંતી કરીએ છીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023
A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023