મરીઝ સાહેબ

Mariz saheb ni gazalo | મરીઝ સાહેબની ગઝલો | gujarati gazal

આજનાં આર્ટીકલમાં આપણે Mariz saheb ni bahetarin gazalo | મરીઝ સાહેબની ગઝલો જોઈશું કે જે ગુજરાતી ગઝલ (gujarati gazal) છે. જેમાં મરીઝ સાહેબ દ્વારા રચાયેલ ગઝલો જોઈશું.

ગઝલ 1: ઉમર લાગી

Mariz saheb ni gazalo | મરીઝ સાહેબની ગઝલો | gujarati gazal
મરીઝ સાહેબની ગઝલો

ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉમર લાગી,

કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.

ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી,

તને પણ પાછા ફરતાં એક મુદ્દત નામાબર લાગી.

ન મેં પરવા કરી તેનીય એણે નોંધ ના લીધી,

મને તો આખી દુનિયા મારા જેવી બેકદર લાગી.

ઝરણ સુકાઈને આ રીતથી મૃગજળ બની જાએ?

મને લાગે છે એને કોઈ પ્યાસાની નજર લાગી.

હવે એવું કહીને મારું દુઃખ શાને વધારો છો,

કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી.

હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો,

અને શંકા કદી લાગી તો એ તારી ઉપર લાગી.

ઘણાં વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે,

જે મેંદી હાથ ને પગ પર હતી તે કેશ પર લાગી.

બધા સુખદ અને દુઃખદ પ્રસંગોને પચાવ્યા છે,

પછી આ આખી દુનિયા મારું દિલ લાગી, જિગર લાગી.

અચલ ઇનકાર છે એનો, ‘મરીઝ’, એમાં નવું શું છે?

મને પણ માગણી મારી અડગ લાગી, અફર લાગી.

(આ મરીઝ સાહેબ દ્વારા ગુજરાતી ગઝલોમાં ઉત્તમ ગઝલ છે. )

-મરીઝ

ગઝલ 2: આવવા ન દે

Mariz saheb ni gazalo | મરીઝ સાહેબની ગઝલો | gujarati gazal
મરીઝ સાહેબની ગઝલો

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,

અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,

જે મોતનો પર્સીનો સૂકવવા હવા ન દે.

મનદુઃખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,

તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,

થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?

રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે,

એવા કોઈ દિલેરની સંગત થૈ ઓ ખુદા,

સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.

એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,

જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,

કિંતુ સમય જો એમાં ખ્યાલો નવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું, “મરીઝ’,

પોતે ન દે, બીજાની કને માગવા ન દે.

-મરીઝ

ગઝલ 3: કઝા યાદ આવી

Mariz saheb ni gazalo | મરીઝ સાહેબની ગઝલો | gujarati gazal
મરીઝ સાહેબની ગઝલો

મને એવી રીતે કઝા યાદ આવી,

કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારાં આંસુનું કારણ,

હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનનાં કલંકોની જ્યાં વાત નીકળી,

 શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઇકરાર સામે,

મને એક લાચાર‘ના’ યાદ આવી.

મહોબતના દુઃખની એ અંતિમ હદ છે,

મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરનો આ એકાંત ઊંડાણ ખોળો,

બીજી એક હૂંફાળી જગા યાદ આવી.

એ શું પ્રેમ કરશે કે હર વાતે જેને,

 નિયમ યાદ આવ્યા-પ્રથા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,

ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની! ‘મરીઝ’,

અમને કોની સદા યાદ આવી?

-મરીઝ

ગઝલ 4: આભાર હોય છે.

Mariz saheb ni gazalo | મરીઝ સાહેબની ગઝલો | gujarati gazal

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,

જેને મળું છું ગુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું!

તારો જે દૂર દૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,

દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે!

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,

એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,

દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,

આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શકતો,

તારા ભણી જે મમતા લગાતાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,

ઈશ્વર અહીં તો કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી, “મરીઝ’,

ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

-મરીઝ

ગઝલ 5: પ્રીત નથી

Mariz saheb ni gazalo | મરીઝ સાહેબની ગઝલો | gujarati gazal

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,

મળું હું તમને તો એમાં તમારું હિત નથી.

હવે કહો કે જીવન- દાસ્તાન કેમ લખાય ?

અહીં તો જે જે પ્રસંગો છે સંકલિત નથી.

થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું,

કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

 મળે ન લય તો ધમાલોમાં જિંદગી વીતે,

કે કોઈ શોર તો સંભળાવીએ જો ગીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,

અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

એ મારા પ્રેમમાં જોતાં રહ્યાં સ્વાભાવિકતા,

કે મારો હાલ જુએ છે અને ચકિત નથી.

ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,

મિલન સિવાય વિરહ માર્ચે સંભવિત નથી.

જગતનાં દર્દ અને દુઃખને એ હસી કાઢે,

કરી દ્યો માફ હૃદય એટલું વ્યથિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં, ‘મરીઝ’,

તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

-મરીઝ

અમારા અન્ય નિબંધ પણ વાંચો.

૧. મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ / મકરસક્રાંતિ (uttrayan gujarati nibandh)

૨. મા તે મા / માતૃપ્રેમ (Matruprem nibandh in gujarati)

૩. નારી તું નારાયણી (Nari tu narayani gujarati nibandh)

ગુજરાતી વિષય ના અન્ય નિબંધ પણ આપણે આપની વેબસાઈટ પર મળી જશે. માટે આપ સૌ આપણી વેબસાઈટ સાથે જોડાયેલા રહેશો એવી આપને વિનંતી કરીએ છીએ.ઓ મરીઝ સાહેબની ગઝલો પણ આપણે જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023
A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023