ખેડૂત અને તેના ચાર દીકરા | સિંહ અને ઉંદર Kahani lekhan

ખેડૂત અને તેના ચાર દીકરા | સિંહ અને ઉંદર Kahani lekhan

આજના આર્ટીકલમાં આપણે ગુજરાતી સાહિત્યમાં ઉપયોગમાં લેવાથી કહાની લેખનનું વિસ્તૃતમાં જ્ઞાન મેળવીશું. કહાની લેખન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? મુદ્દાઓની અનુસરીને કેવી રીતે કહાની બનાવવી જોઈએ. ગુજરાતી કહાની લેખનમાં કયા પ્રકારના શબ્દોનું વર્ણન કરવું જોઈએ તેની આપણે વાતચીત કરીશું. આજના આર્ટીકલમાં બે કહાની આપેલી છે એમાં એક કહાની માં વાત કરવામાં આવી છે ખેડૂત અને તેના ચાર દીકરા વિશે અને બીજી કહાનીમાં વાતચીત કરવામાં આવી છે સિંહ અને ઉંદરની આ કહાની પણ ખૂબ રસપ્રદ છે. મને વિશ્વાસ છે કે આપને આ કહાનીઓ પસંદ આવશે.

એક ખેડૂત-ચાર દીકરા – ચારે દીકરા આળસુ -ખેડૂતને ચિંતા – ખેડૂતની માંદગી –ચારે દીકરાઓને બોલાવવા – ખેતરમાં રૂપિયા ભરેલા ચરું છે એમ કહેવું – અવસાન -દીકરાઓએ ખેતર ખોદી કાઢવું – રૂપિયા ન મળવા – બી વાવવાં – સારો પાક થવો – બોધ.

ખેડૂત અને તેના ચાર દીકરા Gujarati Kahani lekhan

એક ખેડૂત હતો. તેને ચાર દીકરા હતા. આ ચારે દીકરા આળસુ હાલ તે ખેડૂતને ખેતીના કામમાં જરાય મદદ કરતા ન હતા. ખેડૂત ઘણી વાર દીકરાઓને સમજાવતો, પણ તેની કંઈ અસર થતી નહિ.(ખેડૂત અને તેના ચાર દીકરા Gujarati Kahani lekhan)

એક વાર ખેડૂત બીમાર પડ્યો. તેને જીવવાની આશા રહી નહિ. તેણે ચારે દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, “દીકરાઓ, મને હવે જીવવાની આશા નથી. મેં આપણા ખેતરમાં તમારા ચારે ભાઈઓ માટે રૂપિયા ભરેલા ચાર ચરુ દાટી રાખ્યા છે. મારા અવસાન પછી તે ચરુ કાઢીને લઈ આવજો.”

ખેડૂત અને તેના ચાર દીકરા | સિંહ અને ઉંદર Kahani lekhan
ખેડૂત અને તેના ચાર દીકરા Gujarati Kahani lekhan

ત્યારપછી બે-ત્રણ દિવસમાં ખેડૂતનું અવસાન થઈ થયું. ચારે દીકરાઓએ પિતાની મરણક્રિયા સારી રીતે પૂરી કરી.

હવે ચારે દીકરા ખેતરમાંથી રૂપિયા ભરેલા ચરુ ખોદી કાઢવા ઊપડ્યા. ચરુ ક્યાં દાટેલા છે તે ખેડૂતે કહ્યું નહોતું. આથી દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢ્યું પણ તેમને રૂપિયા ભરેલા ચરુ મળ્યા નહિ.

ચારે ભાઈઓ નિરાશ થયા. એવામાં ચોમાસું શરૂ થયું. વરસાદ પડ્યો. ચારે ભાઈઓએ વિચાર્યું, “આપણે ખેતર તો ખોદી કાઢ્યું છે. માત્ર બી વાવવાનાં બાકી છે. ચાલો, બી વાવી દઈએ.” ચારે ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધાં. થોડા વખતમાં બી ઊગી નીકળ્યાં. અનાજ પણ ખૂબ પાક્યું. અનાજ વેચી દેતાં તેની ઘણી સારી કિંમત ઊપજી. ચારે ભાઈઓ બહુ ખુશ થયા. હવે તેમને પિતાની વાત સમજાઈ.

ત્યારપછી તેઓ ખેતરમાં ખૂબ મહેનત કરવા લાગ્યા. આથી ખેતરમાં ઘણું અનાજ પાકતું. ધીમે ધીમે તે બહુ ધન કમાયા અને સુખી થયા.

બોધ: મહેનતનાં ફળ મીઠાં હોય છે.

ઉંદર અને સિંહ Gujarati Kahani lekhan

એક જંગલ – જંગલમાં સિંહની બોડ – બોડ પાસે ઉંદરનું દર – એક વખત ઊંઘતા સિંહના શરીર પર ઉંદરનું દોડવું – સિંહના પંજામાં ઉંદરનું પકડાઈ જવું – ઉંદરની છોડી મૂકવા વિનંતી – સિંહે ઉંદરને છોડી મૂકવો – થોડા દિવસો પછી સિંહનું શિકારીની જાળમાં ફસાઈ જવું – ઉંદરનું જાળને કાપી નાખવું – સિંહનું જાળમાંથી છૂટી જવું -બોધ.

એક જંગલ હંતું. તેમાં એક સિંહ રહેતો હતો. તેની બોડ પાસે ઉદરનું કરે. હતું. ઘણી વાર ઉંદર દરમાંથી બહાર આવી બોડની અંદર આંટા મારતો. એક દિવસ સિંહ બોડમાં સૂતો હતો. ઉંદર દરમાંથી બહાર આવ્યો. તે સિંહને ઊંધતો જોઈને તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેને આમ કરવાની ખૂબ મજા પડી. એવામાં સિંહની આંખો ખૂલી ગઈ. (ઉંદર અને સિંહ Gujarati Kahani lekhan)

ખેડૂત અને તેના ચાર દીકરા | સિંહ અને ઉંદર Kahani lekhan
ઉંદર અને સિંહ Gujarati Kahani lekhan

ઉંદરને તેના શરીર પર દોડતો જોઈને સિંહ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો જેવો ઉંદર પગના પંજા પાસે આવ્યો કે તરત જ સિંહે ઉંદરને પકડી લીધો ઉંદર ગંભરાઈ ગયો. તેણે સિંહને વિનંતી કરતાં કહ્યું, ‘આપ તો જંગલના રાજા છો, દયાળુ છો. મારા પર દયા કરો. મને છોડી મૂકો. હું તમારો ઉપકાર કદી નહિ ભૂલું.”

સિંહને દયા આવી. તેણે ઉંદરને છોડી મૂક્યો. થોડા દિવસો પસાર થઈ ગયા, એક દિવસ સિંહ બો ની બહાર શિકાર કરવા નીકળ્યો. બહાર નીકળતાં જ શિકારીએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. જાળમાંથી છૂટવા સિંહે ઘણા ધમપછાડા કર્યા પણ તે છૂટી શક્યો નહિ. આથી તેણે જોરથી ત્રાડ પાડી. તેની ત્રાડ સાંભળીને ઉંદર દરમાંથી બહાર ઘડી આવ્યો. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો.

ઉંદરે સિંહને કહ્યું, “વનરાજ, તમે જરાય ગભરાશો નહિ. હું તમને હમણાં જ આ જાળમાંથી છોડાવું છું.” એમ કહી ઉંદરે તેના તીણા દાંત વડે જાળ કાપવાનું શરૂ કરી દીધું. થોડી વારમાં જ સિંહ જાળમાંથી છૂટી ગયો. તે ખૂબ રાજી થયો. તેણે ઉદરનો ખૂબ ખૂબ આભાર માન્યો.

બોધ: આમ, કોઈ વાર ઉંદર જેવાં નાનાં પ્રાણીઓ પણ બહુ ઉપયોગી નીવડે છે.

બસ અમારી સાથે બન્યા રહેવા માટે અમારી વેબસાઈટ ની લિંકને તમારા બ્રાઉઝરમાં સેવ કરી લો. ગુજરાતી સાહિત્યની અવનવી માહિતી તમને અમારા બ્લોગમાં જોવા મળશે. ગુજરાતી સાહિત્યમાં નિબંધ, કહાની લેખન, વિચાર વિસ્તાર, તેમજ ગુજરાતી સાહિત્યના અને વ્યાકરણના ટોપિક પણ તમને આ વેબસાઈટ પર જોવા મળશે. તો આવો અને અમારી વેબસાઈટનો લાભ ઉઠાવો.

અન્ય નિબંધો:

૧. મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ / મકરસક્રાંતિ (uttrayan gujarati nibandh)

૨. મા તે મા / માતૃપ્રેમ (Matruprem nibandh in gujarati)

૩. નારી તું નારાયણી (Nari tu narayani gujarati nibandh)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023
A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023