Ativrishti

અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ| મેઘરાજાની મહેર-કહેર| વર્ષાનું તાંડવ

મુદ્દા:

આજે આપણે અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ | મેઘરાજાની મહેર-કહેર | વર્ષાનું તાંડવ વિષે વાતચિત કરીશું.

પ્રસ્તાવના – વર્ષાનું સ્વાગત – પૂરની પ્રકૃતિ- વર્ષાનું રૌદ્ર સ્વરૂપ અને પરિણામ પીયન સહાય – ઉપસંહાર

નિબંધ:

Ativrushti
અતિવૃષ્ટિ ગુજરાતી નિબંધ

પ્રસ્તાવના

ઉનાળાના આકરા તાપથી અકળાયેલા લોકો વર્ષાના આગમનની ચાતકનજરે રાહ જુએ છે. આકાશમાં એકાદ વાદળી નજરે પડતાં જ લોકોનાં મન થનગની ઊઠે છે.

વર્ષાનું સ્વાગત

વીજળીના ચમકારા, વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે વર્ષાની સવારી આવે છે ત્યારે બધે આનંદનું વાતાવરણ ફેલાઈ જાય છે. મોર કળા કરી આનંદ વ્યક્ત કરે છે. દેશમાં ડ્રાંઉં ડ્રાંઉ..’ કરવા લાગે છે. કોયલ ‘કુઠ્ઠું … કુલ્લૂ…. કરતાં ટહુકી ઊઠે છે. આમ, સૌ આનંદપૂર્વક વર્ષનું સ્વાગત કરે છે.

પૂરની પ્રકૃતિ

આ જ મીઠી લાગતી વર્ષા જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે છે, ત્યારે ધરતી પર ભારે ઉથલપાથલ મચી જાય છે. વરસાદ જ્યારે શંકરના તાંડવ નૃત્યની જેમ માઝા મૂકીને તૂટી પી છે ત્યારે સર્જનના સ્થાને વિનાશ, આનંદના સ્થાને શોક અને ઉલ્લાસના સ્થાને નિરાશા ફરી વળે છે. વર્ષોનું ઉમંગભેર સ્વાગત કરનાર માનવી વર્ષાને ખમૈયા કરવા વિનવે છે. આમ, અતિવૃષ્ટિથી લીલા દુકાળનો ભય ઊભો થાય છે.

વર્ષાનું રૌદ્ર સ્વરૂપ અને પરિણામ પીયન સહાય

વર્ષાસ્તુમાં જ્યારે ઘનઘોર વાદળાં ચડી આવે, દિવસો સુધી ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતો રહે, સૂર્યદેવનાં દર્શન દુર્લભ બને ત્યારે બધે જળબંબાકાર થઈ જાય છે. પૂરને લીધે નીચાણવાળાં સ્થળોમાં પાણી ભરાઈ જાય છે. કાચાં મકાનો ધરાશાયી થઈ જાય છે. રહેના પાણી સાથે લોકોની ઘરવખરી તણાઈ જાય છે. કેટલાંય તોતિંગ વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ જાય છે. અનેક મનુષ્યો અને પશુઓ વર્ષના રૌદ્ર સ્વરૂપનો ભોગ બને છે. સરિતા લોકમાતાનું વાત્સલ્ય તજીને પ્રલયકારી ચંડિકાનું રૂપ ધારણ કરે છે. પ્રચંડ પૂરનાં પાણી કેટલાય ગામડાંનો નાશ કરે છે. ખેતરોનો પાક ધોવાઈ જાય છે. નદીઓના ધસમસતા પ્રવાહને લીધે કેટલાક પુલો તૂટી પડે છે, રેલવેના પાટા ધોવાઈ જાય છે, પાકા રસ્તાઓ રે દેરઠેર મોટા ગાબડાં પડે છે. આથી વાહનવ્યવહાર તથા રેલવ્યવહાર ખોરવાઈ જાય છે. ટેલિફોનના થાંભલા ઊખડી જતાં સંદેશાવ્યવહાર ખોરવાઈ જાય છે. વીજળીના થાંભલા તૂટી પડતાં બધે અંધારપટ છવાઈ જાય છે. ચારે બાજુ ભયંકર વિનાશનાં દશ્યો નજરે પડે કુદરતના રૌદ્ર સ્વરૂપથી માનવી ત્રાહિમામ ત્રાહિમામ્ પોકારી ઊઠે છે. ચંદ્રલોકને સર કરનારો માનવી આવા કુદરતી પ્રકોપ સામે નિઃસહાય બની જાય છે.

પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપ વખતે માનવીની માનવતા જાગી ઊઠે છે. પૂરપીડિતોને બચાવવા, સહાયભૂત થવા લોકો રાહતકાર્યમાં જોડાઈ જાય છે. સામાજિક સંસ્થાઓ અને સરકાર પાણીમાં સપડાયેલા લોકોને ફૂડ-પૅકેટ્સ પહોંચાડે છે. પૂરમાં ફસાયેલા લોકોને હોડીઓ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવે છે. નિઃસહાય લોકોને સરકારી મકાનો કે શાળાઓમાં આશ્રય આપવામાં આવે છે. તેમને અનાજ, કપડાં અને દવા પહોંચાડવામાં આવે છે. તેમને મકાન બનાવવા માટે અને ઘરવખરી ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. કાદવકીચડ અને મૃતદેહોને ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે થાય છે. રોગચાળો ફેલાય નહિ તે માટે ઠેરઠેર દવાનો છંટકાવ કરવામાં આવે છે.

ઉપસંહાર

અતિવૃષ્ટિથી નદીઓમાં પૂર આવે છે અને વિનાશ વેરતું વહી જાય છે. એના કરતાં નદીઓ પર બંધ બાંધવામાં આવે તો નકામું વહી જતું પાણી રોકી શકાય અને દુષ્કાળને હંમેશ માટે વિદાય આપી શકાય. આપણે મેઘરાજાને પ્રાર્થના કરીએ કે તે પ્રમાણસર વરસે અને સૌને સહ્ય હેમખેમ રાખે.

અમારા અન્ય નિબંધ પણ વાંચો.

૧. મારો પ્રિય તહેવાર: ઉત્તરાયણ / મકરસક્રાંતિ (uttrayan gujarati nibandh)

૨. મા તે મા / માતૃપ્રેમ (Matruprem nibandh in gujarati)

૩. નારી તું નારાયણી (Nari tu narayani gujarati nibandh)

ગુજરાતી વિષય ના અન્ય નિબંધ પણ આપણે આપની વેબસાઈટ પર મળી જશે. માટે આપ સૌ આપણી વેબસાઈટ સાથે જોડાયેલા રહેશો એવી આપને વિનંતી કરીએ છીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023
A Journey of Top 10 Iconic Films of Marvel Top 10 Mighty Chia Seed Unveiled India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023